મરચું
મરચું


આગળ પણ લાગે
પાછળ પણ લાગે,
ખાઓ તો પણ લાગે
સાચું કો' તો પણ લાગે,
તળેલું પણ લાગે
વાટેલું પણ લાગે,
સૂકવેલું પણ લાગે
આથેલું પણ લાગે,
પીસેલું પણ લાગે
ઊડેલું પણ લાગે,
ખવડાવો તોય લાગે
ખાવા ના બોલાવો તોય લાગે,
ઘસીને લગાઓ તોય લાગે
ઘસીને ના પાડો તોય લાગે,
ઉપરથી ભભરાવો તોય લાગે
સળગાવો તોય લાગે,
ચખાડો તોય લાગે
અમુકને અડો તોય લાગે....
ઊડે તોય લાગે
કોઈની ઊડાડો તોય લાગે,
સાચું કો' તોય લાગે
કશું ના કો' તોય લાગે,
ભભરાવો તોય લાગે
ભરમાવો તોય લાગે,
ભાણામાં પીરસો તોય લાગે
પીરસવાનું રહી જાય તોય લાગે..
મરચું અને સાચું
લાગે એટલે પૂરું
પછી નહીં તમારું
નહીં મારું....
આ જબરું છે મરચું,
નહીં ?