તારી જરૂર નથી
તારી જરૂર નથી
કહી દો જઈ પેલા ચંદ્રને કે હવે મારે તારી જરૂર નથી,
હવે અમને અંધારાની ટેવ પડી ગઈ છે,
કહી દો આ સ્વાર્થી માનવીને કે હવે તારી જરૂર નથી,
હવે અમને સારા - ખરાબ સમયથી ઝઝૂમવાની
ટેવ પડી ગઈ છે,
કહી દો જઈ પેલા સૂરજને કે તારી હવે જરૂર નથી,
હવે અમને છાયામાં રહેવાની ટેવ પડી ગઈ છે,
કહી દો જઈ પેલા ઈશ્વરને કે હવે મારે તારી જરૂર નથી,
હવે અમને તારા લખેલા કિસ્મતની આદત પડી ગઈ છે,
કહી દો જઈ દુનિયાને મારે કોઈની જરૂર નથી,
હવે અમને એકાંતમાં રહેવાની ટેવ પડી ગઈ છે.
