મારો દેશ
મારો દેશ
દેશ છે મારો
હંમેશાથી મહાન
ગર્વ છે મને !
મળે છે અહીં
સાથ ને સહકાર
મારા દેશમાં !
પ્રત્યેક જણ
જાણે કુટુંબીજનો
સુખ જ સુખ !
ભારતભૂમિ
છે મારી જન્મભૂમિ
તે અહોભાગ્ય !
માન છે મને
મારા દેશ ખાતર
હું જાન અર્પું !
