હતી એ એવી એક સાંજ
હતી એ એવી એક સાંજ
હતી એ એવી એક સાંજ, કે
તને હું યાદ કરું અને તું આવે
પુષ્પ સાથે જરાક
વાત કરું અને તું આવે,
વસંતનાં આગમને
પાનખર અટકી ગઈ
જરાક મોર ટહુકે, કોયલ બોલે
વર્ષાની વાત કરું અને તું આવે,
દરિયા કિનારે અથડાતા એ મોજાઓ
પથરાય, વેરાય એ ધવલ ફીણ સાથે
મજધારની ઊંડાઈ, ને પ્રેમની ઊંચાઈની
જરા તેની વાત કરું અને તું આવે.

