મારા શબ્દોનો શણગાર
મારા શબ્દોનો શણગાર
મારી ભાવનાને ભરમાવશો નહિ,
મારી લાગણીને લલચાવશો નહિ,
મારા પ્રેમને પછાડશો નહિ,
મારા શબ્દોને સળગાવશો નહિ,
મારી વાણીને વાગોળશો નહિ,
મારા સપનાંને સુવાડશો નહિ,
મારા મનને મચોડશો નહિ,
મારા હેતને હટાવો નહિ,
મારા વિચારોને વિખેરશો નહિ,
મારા મંતવ્યને મારશો નહિ,
મારા રાહમાં રખડાવશો નહિ,
મારી રચનાને રડાવશો નહિ.
