મા નવદુર્ગા
મા નવદુર્ગા
ભક્તિ ને શક્તિનું સ્વરૂપ મા જગદંબા,
ઊંચા ગબ્બર ગોખે બિરાજે માડી અંબા,
પાવાગઢની રક્ષણહાર મા મહાકાળી,
કરે આદ્યશક્તિ મા ભક્તોની રખવાળી,
પૂજાય મા દુર્ગા નવરાત્રિએ નવ સ્વરૂપે,
પાર્વતી, લક્ષ્મી ને સરસ્વતીના વિવિધ રૂપે,
શૈલીપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા,
કૂષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની,
કાલરાત્રિ, મહાગૌરી ને સિદ્ધિદાત્રી
શક્તિ, જ્ઞાન ને સંપદાની તું પ્રતિનિધિ,
પધારો મુજ આંગણે માડી કુમકુમ પગલે,
આપના પાવનકારી આગમને ઊર્મિની છોળો માંહ્યલે.
