આંખો ઉઠાવી જો જરા*
આંખો ઉઠાવી જો જરા*
આંખો ઉઠાવી જો જરા*
જાવું નથી ક્યાંયે તારે, આંખો ઉઠાવી જો જરા,
સામે ઉભો કરતાર, દિલમાં તું ઉતારી જો જરા.
મંદિર હશે ત્યાં ચોતરફ, પગથાર છે લોકો ભરી,
લાંબા થશે હાથો ઘણાં, આસ્થા જગાવી જો જરા.
ફૂલો કદી તકરાર તો, કરતા નથી ચૂંટયું હશે,
ઈશ્વરનાં માથે શોભતું, આંખે લગાવી જો જરા.
વિશ્વાસથી ચાલે બધાં, જીવન તણાં ચક્રો અહી,
આવે વિચારો ચિત્તમાં, તેને વધાવી જો જરા.
ચાલ્યું હતું ચાલે બધું, તું હોય કે ના હોય તું,
બસ એટલું તારા હૃદયમાં, તો ઠસાવી જો જરા.
*નરેન્દ્ર ત્રિવેદી.......*
###############################
