મારા શબ્દોથી હું વીંધાઈ
મારા શબ્દોથી હું વીંધાઈ
મારા શબ્દોથી હું વીંધાઈ જાઉં, તો માફી મળે,
આકાશે ઉડીને ફેલાઈ જાઉં, તો માફી મળે.
આંગળી પકડી માણ્યો હતો, મેળો વર્ષો સુધી,
તેની એ યાદમાં ખોવાઈ જાઉં, તો માફી મળે.
સહોદર, મિત્રો, સગા, સંબંધીઓ રહ્યા સાથે,
તેની યાદોમાં સચવાઈ જાઉં, તો માફી મળે.
ઝાકળનાં બિન્દુઓ જેવું રહ્યું, વહ્યું જીવન,
અવની પર જો વેરાઈ જાઉં, તો માફી મળે.
જાગતા ને ઊંઘમાં જોયા, અનેક સપનાઓ,
બસ એમાં જ અટવાઈ જાઉં, તો માફી મળે.
*નરેન્દ્ર ત્રિવેદી(ભાવનગર)*
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
