ઉચ્ચાઈથી માણસ
ઉચ્ચાઈથી માણસ
ઉચ્ચાઈથી માણસ આજે થોડો ઘટી ગયો
ના, એવું નથી, માણસ માણસ મટી ગયો
કસર છોડી સંબંધનો સરવાળો કર્યો
ઘટ છે હિસાબમાં, છતાં તાળો મળી ગયો
હોડ આજે લાગી છે માણસ માણસ વચ્ચે
ઈશ્વર શું કરે, મારગમાંથી હટી ગયો
થયાં કુટુંબ નાના, મોટા કુટુંબ તૂટી ને
ભીડમાં પણ માણસ એકલો પડી ગયો
છે, પરંપરા સંસ્કાર સિંચણની પુરાણી
ચડ્યો પશ્ચિમના વાદે, ને બધું ગળી ગયો
નરેન્દ્ર ત્રિવેદી........
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
