જરા આંખો ઉઘાડીને જુઓ
જરા આંખો ઉઘાડીને જુઓ
જરા આંખો ઉઘાડીને જુઓ
જરા આંખો ઉઘાડીને જુઓ, પરદાનો અર્થ સમજાશે,
શાસ્ત્રોથી હશે પારંગત, તો ભગવાનો અર્થ સમજાશે.
ભાગવત કૃષ્ણમય, ગીતાજી કૃષ્ણમય, જગ કૃષ્ણમય,
છોડી મથુરા થયા રણછોડ, ભાગવાનો અર્થ સમજાશે.
તણાયા છે લોકો, ઘોડાપુર છે સોશિયલ મિડીયાનું,
ગાંડપણ ફેલાયું સેલ્ફીનું, કદી બચવાનો અર્થ સમજાશે.
મધ્યાહને સૂર્ય, ચારેતરફ ફેલાયેલી ઉજાશી, મળશે ભલે,
સૂર્ય નમતા, અંતે સાંજે સૌને આથમવાનો અર્થ સમજાશે.
સયુક્તથી વિભક્તથી થતાં થતાં, રહી ગયાં બે કે ત્રણજ,
વહેતા સમયમાં, ઘરડા થતાં સાચો ધરડાનો અર્થ સમજાશે.
*નરેન્દ્ર ત્રિવેદી...........*
💐💐💐💐💐💐💐💐💐💐💐💐
