માંગે છે હાથ તારો....*
માંગે છે હાથ તારો....*
*માંગે છે હાથ તારો....*
માંગે છે હાથ તારો, એજ તારો સાથ છોડી દે
ભરોસો આપશે, પણ એજ તારો હાથ છોડી દે
ન માને એવું, સંબંધો હશે તારા બધે સારા
સમય આવે, વહેતો શ્વાસ પણ સંગાથ છોડી દે
હશે સારું બધું, વિશ્વાસ એવો રાખવો શાને
ખબર ક્યાં છે તને, ભાગ્ય તારો સહવાસ છોડી દે
હતી બાંધી મુઠ્ઠી તારી, ઉડે અફવાહ જુઠ્ઠની
પડ્યો દાવામાં, બચવાની જરાપણ આસ છોડી દે
તું માને છો, બધું તારા કહેવાથી ઘટે છે અહીં
ઈશ્વરી આ છે દુનિયા, આભાની તું વાત છોડી દે
નરેન્દ્ર ત્રિવેદી
💐💐💐💐💐💐💐💐💐💐💐💐
