STORYMIRROR

Pravina Avinash

Others Abstract

3  

Pravina Avinash

Others Abstract

પિયુની દિવાની

પિયુની દિવાની

1 min
13.7K


હરખ ઘેલી પિયુની દિવાની,

સવાર સાંજ રહેતી મસ્તાની.

દિવસભર ચહેકતી ને ફુદકતી,

શમણામાં વાલમને વળગતી.

મનનો માનિતો લાગે સોહામણો,

દિલનો ચાહિતો અંતરે ભરાણો.

આનંદે ઉભરાતી નયનો નચવતી,

પગના નૂપુરને હળવે રણકાવતી.

ચારેકોર ખુશીઓની છોળો ઉડાડતી,

ખિલખિલાટ હાસ્યથી ઘર ગજાવતી.

પારેવાના કલરવે સંસાર સજાવતી,

દિવાની દિલથી આભાર માનતી !

પિયુને દેખી વેલ જેમ વિંટળાતી.


Rate this content
Log in