ગીતાજ્ઞાન(ગીતાજયંતી)
ગીતાજ્ઞાન(ગીતાજયંતી)
ગીતાજ્ઞાન(ગીતાજયંતી)
કુરુક્ષેત્રમાં ઉભો અર્જુન, છે વિષાદથી ભરેલો,
સામે ઊભા સ્વજન, ના યુદ્ધનો નિર્ણય કરેલો.
જોયું કૃષ્ણ સામે, વિવશ નજરે હવે શું કરું?,
સામે પિતામહ,ગુરુ,ભ્રાતાઓ, હું છું રે! ડરેલો.
પાર્થ તું શાને છો ભયથી ભરેલો? હું છું સારથી,
પ્રશ્ન, સંશય પૂછ તું મને,હું તો આગળ બેઠેલો.
સંવાદ રચાયો, કૃષ્ણ અર્જુન તણો, કુરુક્ષેત્રમાં,
રચાયું ગીતાજ્ઞાન,છે! કૃષ્ણ તો સર્વમાંવસેલો.
પાર્થ તું તારું ફક્ત કર્મકર,કર્તા તો હું કહેવાયો,
ભાંગ્યો ભ્રમ અર્જુનનો,ને ગાંડીવનો ટંકાર થયલો.
ગીતાના સત્ય વચનથી,અર્જુન મનથી પલટાયો,
ગીતાજ્ઞાનનાં ઉપદેશથી, જનગણ થયો સવાયો.
"નરેન્દ્ર ત્રિવેદી......."
@@@@@@@@@@@@@@@@@@@@@@
