ગાંધી થવાનું સહેલું નથી
ગાંધી થવાનું સહેલું નથી
કહો એ જ કરવું સહેલું નથી ભાઈ.
કે ગાંધી થવાનું સહેલું નથી ભાઈ,
હતો કોટનો વટ છતાં પોતડીમાં,
બધે ઘૂમવાનું સહેલું નથી ભાઈ,
અડ્યે જાત અભડાય એનેય અંગત,
ગણી ભેટવાનું સહેલું નથી ભાઈ,
તમંચા ને અંગ્રેજ સામે અહિંસા,
થકી રાજ લેવું સહેલું નથી ભાઈ,
સહેલું ઘણું જીવવું આપ માટે,
જગત કાજ મરવું સહેલું નથી ભાઈ,
ભગતસિંહ, આઝાદ, મંગલ કે મોહન,
શહીદો થવાનું સહેલું નથી ભાઈ.
