હું આગળ વધુ છું
હું આગળ વધુ છું


લક્ષ્ય ને રાખી નજરમાં
લક્ષ્ય ને રાખી નજરમાં,
હું આગળ વધુ છું.
એકલો નથી, અટૂલો નથી,
એકલો નથી, સૌને સાથે લઇ ને ચલુ છું,
હા, હું આગળ વધુ છું.
રસ્તામાં છે ઘણી મુશ્કેલી ઘણી તકલીફ,
રસ્તામાં છે કેટ-કેટલી મુશ્કેલી કેટ-કેટલી તકલીફ,
પણ હું નીડર થઈને ડગલાં માંડું છું,
હા, હું આગળ વધુ છું.
રાત-દિવસનો કોઈ વાંધો નથી મને,
વિષમ ઋતુની પણ કોઈ ચિંતા નથી મને,
કેમકે લક્ષ્ય ને ધ્યાનમાં રાખીને હું આગળ વધુ છું,
હા, હું આગળ વધુ છું.
મંદ ગતિએ પરંતુ મક્કમ મનોબળથી આગળ વધુ છું,
લક્ષ્ય ને રાખી નજરમાં, હું આગળ વધુ છું,
હા, હું સાચેજ આગળ વધુ છું.