મારે તો બસ જવું વૈકુંઠ ધામ
મારે તો બસ જવું વૈકુંઠ ધામ


બીજા બધાનું મારે શું કામ,
મારો લાલો બેઠો છે વૈકુંઠ ધામ.
મારે તો બસ જવું વૈકુંઠ ધામ.
માનવીની ઓળખ છે એનું નામ,
પણ એને દીપાવે છે એનું પોતાનું કામ.
મારે તો બસ જવું વૈકુંઠ ધામ.
પરદેશમાં કાયમી છે જેનું મુકામ,
યાદ સદા આવે છે એને મૂળ ગામ.
મારે તો બસ જવું વૈકુંઠ ધામ.
બાળપણ ગુજરે જેનું સુંદર-શ્યામ,
સમર્પિત કરે જવાની કહી "જય શ્રી રામ".
મારે તો બસ જવું વૈકુંઠ ધામ.
આખરી પળોમાં કરે પ્રાણાયામ,
અને અંતમાં પામે છે વૈકુંઠ ધામ.
મારે તો બસ જવું વૈકુંઠ ધામ.
ચૂકવવા તૈયાર છું કોઈ પણ દામ,
મને બસ કરાવી દો ત્યાં ઠરી-થામ.
મારે તો બસ જવું વૈકુંઠ ધામ.
જોતું રહી જશે આખું - સમૂળગું ગામ,
જયારે ભજીશ વૈકુંઠમાં રાધે-શ્યામ.
મારે તો બસ જવું વૈકુંઠ ધામ.
વૈકુંઠ ધામ હરિ વૈકુંઠ ધામ,
મારે તો બસ જવું વૈકુંઠ ધામ.
વૈકુંઠ વૈકુંઠ વૈકુંઠ ધામ,
મારે તો બસ જવું વૈકુંઠ ધામ.