દૂર-દર્શન સારા - રિસાયેલ ભક્ત (1)
દૂર-દર્શન સારા - રિસાયેલ ભક્ત (1)


તારા દર્શન કરતા દૂર-દર્શન સારા, હે મારા વ્હાલા,
તારા દર્શન માટે રજા પાડી નોકરીમાં, સાંભળ્યા બોલ કાઠા. તારા...
તારા દર્શન માટે પ્રસાદી પેંડા મંગાવ્યા, મોંઘા અને તાજા-તાજા. તારા..
તારા દર્શન માટે શિયાળી પરોઢિયે ઉઠ્યો, નાહ્યો પાણીએ ઠંડા. તારા..
તારા દર્શન માટે એસ.ટી.બસમાં બેઠો, ઓળંગ્યા રેલના પાટા. તારા..
તારા દર્શન માટે રસ્તામાં નારંગી- દ્રાક્ષ ખાધા, એકદમ ખાટાં. તારા..
તારા દર્શન માટે રાગડા તાણી ભજ્યા, ફાટ્યા ગળાના કાકડા. તારા..
તારા દર્શન માટે જેમને દાન કર્યું, એ દેખાયા બીડીઓ ફૂંકતા. તારા..
તારા દર્શન માટે લાંબી લાઈનમાં ઉભો, ખાધા ખાખીના ડંડા. તારા..
તારા દર્શન માટે જ્યાં હાથ જોડ્યા, ત્યાં ગુમાવ્યા પાકીટ -પૈસા. તારા..
તારા દર્શન માટે જ્યાં શીશ ઝુકાવ્યું, ત્યાં વાગ્યા ધક્કા ને મુક્કા. તારા..
તારા દર્શન માટે કાઢેલ ચપ્પલ-જૂતા, પછી શોધ્યે ના મળતા. તારા..
માટે જ કહું છું કે
તારા દર્શન કરતા દૂર-દર્શન સારા, હે મારા વ્હાલા.