ક્યારેક વિચાર આવે છે કે
ક્યારેક વિચાર આવે છે કે
ક્યારેક વિચાર આવે છે કે,
ભગવાન જ ના હોત તો શું થાત?
જવાબ મારુ મન આપે છે કે,
આજે ભગવાનમાં માનનારા કેટલા?
ક્યારેક વિચાર આવે છે કે,
સૂરજ જ ના હોત તો શું થાત?
જવાબ મારુ મન આપે છે કે,
આજે સૂરજ ને પૂજનારા કેટલા?
ક્યારેક વિચાર આવે છે કે,
પાણી જ ના હોત તો શું થાત?
જવાબ મારુ મન આપે છે કે,
આજે માટલામાં પાણી છે ક્યાં?
ક્યારેક વિચાર આવે છે કે,
ઝાડ જ ના હોત તો શું થાત?
center">જવાબ મારુ મન આપે છે કે,
આજે શહેરોમાં ઝાડ દેખાય છે ક્યાં?
ક્યારેક વિચાર આવે છે કે,
આતંકવાદીઓ જ ના હોત તો શું થાત?
જવાબ મારુ મન આપે છે કે,
આજે તેમની જગ્યા લેવા નેતાઓ ઓછા છે ક્યાં?
ક્યારેક વિચાર આવે છે કે,
શિક્ષક જ ના હોત તો શું થાત?
જવાબ મારુ મન આપે છે કે,
આજે શિક્ષકની ખરી કિંમત જાણે છે કોણ?
ક્યારેક વિચાર આવે છે કે,
હું માનવી જ ના હોત તો શું હોત?
જવાબ મારુ મન આપે છે કે,
આજે પણ તું માનવી છે ક્યાં?