STORYMIRROR

Masum Modasvi

Drama Romance

3  

Masum Modasvi

Drama Romance

ગઝલ- સ્નેહ

ગઝલ- સ્નેહ

1 min
13.5K


મલકી રહ્યાં છે કેટલાં ભાવો નજર મહીં,

આવી ગયેલાં લાગતાં મનની અસર મહીં,


છાનું છવાયું ક્યાં હવે મળવા મળે કદી,

વાતો મળે છે લોકના મુખે ખબર મહીં,


જોતી રહેલી આંખડી જેની તલાશ છે,

દ્રષ્ટિ ઘડેલી રાખતાં સુની ડગર મહીં,


લાગે ધડકતી ભીતરે સાંસે મઢી લગી,

રંગો પ્રકાશે આશના ઉગતી પ્રહર મહીં,


માસૂમ તમારા સ્નેહની જેણે કદર કરી,

તેના સહારે જિંદગી ચલતી સહર મહીં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama