STORYMIRROR

Mrugtrushna Tarang

Drama

3  

Mrugtrushna Tarang

Drama

કથની સહોદરની

કથની સહોદરની

1 min
175

એ રુહ,

કંઈક કહેવું'તું તને,

બસ, કાન દઈને સાંભળજે જરૂરથી..

તું રિસાઈ શકે છે મારી ભૂલો પર,

પણ, નારાજ નૈં...!


દર વખતે તું જ ન થઈ શકે સાચી ને,

શબ્દોમાં સત્યનો ખાલી રણકો ભરીને..


આમ તો બદનામ હું જ છું નજરમાં તારે,

પણ, સત્ય ક્યારેક તો ઉભરાશે તમસ ચીરીને..


ચૂપકીદી પર, ઘણાં લગાવ્યા આક્ષેપો મને,

ના કહેવા છતાં, ઠોક્યાં મુજ પર અનેક જપ્તો ને..


વીતેલી ક્ષણોમાં દીધાં અગણિત જખ્મ તેં,

કર્યો સંબંધ તાર તાર તેં લડી ઝઘડીને..


આપ્યો ઉપાલંભ, અવહેલના ને ફટકાર મને,

મોજશોખ તારાં યોગ્ય, ફિઝુલ ખર્ચો હંમેશ મારો જ કેમ !

અતીત ખોતરી મારું, શું મળ્યું સુખ રે તને..!


હર ઘડી રૂઆબ તારો કેમનો હો' ખરો 'તરંગ' પર,

મમ અસ્તિત્વ ધૂળધાણી કરવાની રીત ન થૈ સફળ,

ધન-સંપત્તિ કાજે ચાહ્યું, એ સહોદર, તેં મિટાવવું મને..!


અમે ત્રણ, ને, તારે ન કો' આગળ કે પાછળ..

લઈ ભાગ તારો, ક્યાં ખર્ચીશ તું વિધવા મૂર્ખ..

છું અક્કલની ઓથમીર, કે લૂંટી લેશે કો' પણ તને..!


માન વાત મારી, રક્ત આપણું એક, હું ખરી, તું ખોટી..

ન બન એકલી આખીય પ્રોપર્ટીની એકમેવ ધણી..

દીકરી જમાઈ ઝૂંટવી નાણાં, રખડાવી મારશે તને..!


ના, એ નથી ખરું કારણ બેના, લોભ વધ્યો છે તુજમાં,

વડીલોપાર્જિત સંપત્તિમાંનો મેળવવો છે મમ હક્ક તને..

એટલે કરી રહી કાવતરું, ધોબી-પછાડ મને..!


પણ, બેની મારી નાનકડી, ભૂલી તું ન્યાય ઈશ્વરનો..

ભોગવવાનું થાય અહીં નું અહીં જ, આજે નૈં તો કાલે..

નૈં ઈચ્છું હું કદીયે - મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપલિયા...!


Rate this content
Log in

Similar gujarati poem from Drama