STORYMIRROR

Mrugtrushna Tarang

Romance Crime Thriller

4  

Mrugtrushna Tarang

Romance Crime Thriller

પ્રીત કરી જાણી

પ્રીત કરી જાણી

2 mins
422

પ્રીત કરી જાણી જેણે યુગ વીત્યા બે એને,

અવાજ સુમધુર હતો લાગ્યો જેનો, એને

કર્કશ વાગી રહી હવે એજ વાણી એને..!

મતલબ સરી ગ્યો, વૈદ વેરી લાગતો એને..!


ખૈર, 

જે વીતી ગૈ, ફસાના સમજી ભૂલ્યો એ એને,

પણ, 

ભૂલ્યો ન કદી દેવાને ડામ, ભૂલોનાં એને..!

દરકાર રાખીને ઢોંગ ફિકરમંદનો દાખવ્યો જેને,

ઉપકાર ફાળવી લૂંટી ગયો સર્વ અહેસાનનાં નામે..!


મળ્યાં રે શાને અપકારથી બદલો ચૂકવનાર એને,

તકદીર જ એવી લૈ જન્મી હશે એ કુદરતને ખોળે,

વરના, ધોખો સહુએ એક પછી એક ક્યાંથી આવ્યા એની કને..!


હશે, ગત જન્મોનાં કુકર્મો, ભૂલી બધું જીવે નવેસરથી નવું એ,

બસ, જીવવા દે લોક એની દુનિયામાં એને,

વારસો બસ મેળવી આપે, છો પછી કરે ધમકી સાકાર,

હિમાલયે વિરાજે કે સાધુ બને, એ એના કર્મે

ત્યજે હવે તો ટપલા મારવાનું, બુદ્ધિમાન ખુદને ગણીને,

બાકી સૌ ઠોઠ, કેવળ એ પાંચેવ જ ચાણક્ય

અહંકારને પોષે ને બીજાને ય બળજબરીથી પોષવા કહે..!

શું આને જ કહેવાય દોસ્તી ! કે દોઝખ દોસ્તી નામે..!


નથી જોઈતી દરકાર, ને અવળચંડાઈ ફિકર નામે,

પ્રેમ, કાળજી, જરૂરિયાત બધાં પોકળ શબ્દો જ લાગે,

હોય ફિક્ર ઈ, અપમાનિત ન કરે વારે-તહેવારે એને,

બળાપો ન કાઢે કે ન બનાવે સપત્ની પોતાની ચાહતને !


વાળી જ લીધો બદલો મોટા ભાઈનો, એની જ સગીથી,

છળ કર્યું તેં આખરે તો, પ્રેમના નામે, પ્રેમનું, પ્રેમથી..!

સંગિનીને ન કહી શક્યો એ સઘળું જ ઓકી દીધું અહીં...

હક્ક જમાવતો પતિ તણો, જ્યાં પત્ની તારી હું નહીં..


તકિયાકલામ સતત વાપરતો, ધમકીય આપતો ફરી ફરી,

'ડસ્ટબીન જ બનાવી દીધો, ન માની મારું, મને, વાપર્યે રાખ્યો ઘડી ઘડી,

દિશાભૂલથી પીડાઓ ગર તમે તો, કોઈ શું કરી શકે ?

જ્ઞાનનો મારાં ન કરો ઉપયોગ તો, કોઈ ક્યાં સુધી નમી શકે !


ઇમ્પોર્ટન્સ ખુદને આસમાન શું ઊંચું આપ્યે રાખ્યું જે તે ક્ષણે,

ઉતરતો ગયો મનમાંથી મારા સખે, તું તું ન રહ્યો તે તે ક્ષણે,

'સૉરી' કહેવા કરતાં સાધુ થવાની ધમકીઓ તોડતી ગઈ જ્યાં મને,

ભાવશૂન્ય બની ગઈ હું, તારી મહેરબાનીથી લે લૈ, પામી ત્યાં મને !

પણ,

હૃદય થ્યુ ખાલી, કોરું ધાકડ, લાગણીશૂન્ય, પોષી લે અહંકાર તારી રીતે,

શેષ રહ્યું નથી કશુંય હવે દેવાને તને, મારી કને..!


Rate this content
Log in

Similar gujarati poem from Romance