STORYMIRROR

Mrugtrushna Tarang

Inspirational

4  

Mrugtrushna Tarang

Inspirational

મળીએ હવે..

મળીએ હવે..

1 min
329

કરવા ખાતર નહીં, પણ, ચાલો મળવા ખાતર મળીએ હવે

હળીએ, ભળીએ ને રમવા ખાતર રમીએ હવે

ચાલોને મળવા ખાતર મળીએ હવે


તારલિયા તોડવા થોડી જહેમત ઉઠાવીએ

બચપણની ગલીઓમાં ફેરફટકા મારીએ

પેરુ, કેરી, આમલી ને કચુકાનો નાસ્તો આરોગીએ

ચાલોને મળવા ખાતર મળીએ હવે


મરવાને કહેતા સૌ, બે ગજ જમીન પૂરતી છે, પણ

મરવાનું છોડો હવે, જીવવા ખાતર જીવી લઈએ હવે

આવ્યા જ છીએ તો થોડુંક હળવું હળવું હસી લઈએ

ચાલોને મળવા ખાતર મળીએ હવે


રમતગમતમાં કીટ્ટા, બુચ્ચા ને રિસાવવાનું છોડીએ હવે

કેટલું રહ્યું શેષ જીવન, તે આમ જ વેડફીએ

ફરી ક્યારે મળશે આ ભવ, જય જીનેન્દ્ર કહેતા જીદ છોડીએ

ચાલોને મળવા ખાતર પણ મળીએ હવે


એકમેકમાં કિંચિત પણ ભળીએ હવે

વેરઝેર ભૂલી, માણસ થઈને રહીએ હવે

પશુ નથી જ એ પુરવાર કરીયે હવે

ચાલોને મળવા ખાતર જ સ્તો મળીએ જ હવે


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational