Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mrugtrushna Tarang

Crime

4  

Mrugtrushna Tarang

Crime

અસ્તિત્વનું કારણ

અસ્તિત્વનું કારણ

2 mins
666


બની જે મારા અસ્તિત્વનું કારણ,

વંદન માડી તને શત શત નમન !


દુઃખે સુખે રહી પડખે, ક્યારેક ભૂલી મને,

ન ઓળખી કદીયે, તોયે જીવાડી મને,

ના મૂકી નવરી કે રેઢી મઝધારે તેં મને,

પણ, દિલથી સ્વીકારી પણ નૈં તેં મને !

આ જગમાં બની જે મારા અસ્તિત્વનું કારણ,

વંદન માડી તને કોટિ કોટિ કોટિ નમન !


ન લઈ શકી પક્ષ મારો, સાચે ખોટે જ્યાં,

ઢીબી નાંખી કોઈના કહ્યે અવિશ્વાસે ત્યાં,

વિખેરાતું મન મારું, આ નૈં તો મારું ઘર ક્યાં ?

શું આ જ હશે મારાં ખરાં જન્મદાતા અહીંયાં,

આ જગમાં બની જે મારા અસ્તિત્વનું કારણ,

વંદન માડી તને કોટિ કોટિ કોટિ નમન !



વખાણું તું મને, મારી કલાને, મથતી રહી દિન-રૈન,

તારી નજરમાં આવવા, રઝળતી રહી ખોઈ ચૈન,

નંદવી જેણે, ન માન્યું તેં સાચું મારું, કાં ઇ કહેણ ?

છિન્નભિન્ન થૈ, માની બેઠી, સગા નૈં હોય તારાં ઇ નેણ

આ જગમાં બની જે મારા અસ્તિત્વનું કારણ,

વંદન માડી તને કોટિ કોટિ કોટિ નમન !


હશે ચૂકવવાનું ગત જન્મનું કોઈ ઋણ મારે માથે તારું,

એ વિના, ન થ્યા હોય ભેળાં આવડી મોટી દુનિયામાં ભેરુ,

તારી જ કૂખે અવતરી, ન જીતી શકી મન તારું,

શું બગાડ્યું'તુ મેં માડી, કોઈ ન સમજ્યું મન મારું!!

આ જગમાં બની જે મારા અસ્તિત્વનું કારણ,

વંદન માડી તને કોટિ કોટિ કોટિ નમન !


પ્રાયશ્ચિત તને માફ ન કરી શકવાનું કરું કે રોઉં,

કિસ્મત મારી તેં લખી કે તારા ધણીએ, એ જોઉં,

ન ધરી ખોળે જેણે, એને, તુજ થકી જ ઓળખું,

ન સ્વીકારી શક્યો અંશ એનો, એને શાને વંદું,

આ જગમાં બની જે મારા અસ્તિત્વનું કારણ,

વંદન માડી તને કોટિ કોટિ કોટિ નમન !


Rate this content
Log in

Similar gujarati poem from Crime