STORYMIRROR

Narendra K Trivedi

Crime

3  

Narendra K Trivedi

Crime

એક ઘા

એક ઘા

1 min
20

પંખી બોલ્યું તરુવર પાસ જઈને,

તૃણ આપે ધરા તમે આશરો આપશો ને ?


તરુવર થયું ખુશ કોઈએ કીધી ગણના

હા, આવો, મારી ડાળીએ માળો બાંધવાને,


એક પંખી, બે પંખી ભેગા થયા અનેક

હતા, ખુશ, તરુવર અને પંખી દરેક,


દૂરથી જોયો કઠિયારાને ખલબલી મચી

નજીક આવ્યો તરુવર, પંખીની મુશ્કેલી વધી,


હતો છાંયડો મીઠો, કઠિયારો ત્યાં બેઠો

તરુવર અને પંખીનો શ્વાસ હેઠો બેઠો,


અચાનક કઠિયારો થયો ઊભો લઈ કુહાડી,

એક ઘા અને તરુવર, પંખીએ મરણચીસ પાડી.


Rate this content
Log in

Similar gujarati poem from Crime