STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Crime Children

4  

Meenaz Vasaya. "મૌસમી"

Crime Children

હતી એક નાનકડી પરી

હતી એક નાનકડી પરી

1 min
328

જવું હતું એને પણ પરીઓના દેશમાં,

ઉડવું હતું એને પણ પાંખો વડે આકાશમાં,

એતો હતી સાવ એક નાનકડી પરી,

ઉલ્લાસ ઉમંગોથી હતી એ ભરી ભરી,


પોતાની જીદ પૂરી કરાવવા એ રોતી,

નાની નાની આંખો વડે સપના એ જોતી,

ભોળી અને અણસમજુ હતી ઘણી,

દુનિયાના સ્વાર્થી લોકોથી હતી એ અજાણી,


ચોકલેટ અને મીઠાઈ હતી એને ખૂબ પ્યારી,

ચોકલેટ મીઠાઈ આપનાર પર જતી એ વારી,

પુરુષને કાકા મામા કહી એ સંબોંધતી,

એની આંખોમાં ભરી વાસના ક્યાં એ જાણતી !


એક માસૂમ કળી હતી ભોળી પરી,

હતી ઉલ્લાસ અને ઉમંગો ભરી ભરી,

ચોકલેટની લાલચમાં એતો ચાલી,

ક્યાં ખબર હતી મામાના રૂપમાં હતો મવાલી,


એતો નરાધમ પાશવી શિકારી ભોળવી ગયો,

નાનકડી પરીનું જીવન એ છીનવી ગયો,

હવસ પોતાની સંતોષવા મેદાને ચડ્યો,

નાનકડી પરીની પાછળ એ પડ્યો,


પરીની ઈચ્છાઓ રહી ગઈ અધૂરી,

શું થશે રોજ આમ જ કહાની પૂરી ?

એતો હતી સાવ એક નાનકડી પરી,

ઉલ્લાસ ઉમંગોથી હતી એ ભરી ભરી,


Rate this content
Log in

Similar gujarati poem from Crime