STORYMIRROR

Mariyam Dhupli

Crime Others

4  

Mariyam Dhupli

Crime Others

હું સુરક્ષિત નથી

હું સુરક્ષિત નથી

1 min
26.8K


માના ગર્ભાશયમાં પણ, હું સુરક્ષિત નથી.

પૃસૂતિગૃહના ઓરડામાં પણ, હું સુરક્ષિત નથી

ખેલકૂદના મેદાનો પર પણ, હું સુરક્ષિત નથી

શેરી-મહોલ્લાઓ માં પણ, હું સુરક્ષિત નથી


બસમાં-ટ્રેનોમાં પણ, હું સુરિક્ષત નથી

શહેરોમાં પણ ગામડાઓમાં પણ, હું સુરક્ષિત નથી

ઓફિસો-કચેરીઓમાં પણ, હું સુરક્ષિત નથી

શાળાના મકાનોમાં પણ, હું સુરક્ષિત નથી


ઘરની ચાર દીવાલો વચ્ચે પણ, હું સુરક્ષિત નથી.

મિનિસ્કર્ટ કે ઘૂંઘટમાં પણ, હું સુરક્ષિત નથી

એકલી જીવું તો પણ, હું સુરક્ષિત નથી

લગ્નના સાત ફેરાઓમાં પણ, હું સુરક્ષિત નથી


હોટેલમાં છુપાયા હોય કેમેરા પણ, હું સુરક્ષિત નથી

બંદગી-પૂજા સ્થળોએ પણ, હું સુરક્ષિત નથી

વડીલોની ગોદમાં પણ, હું સુરક્ષિત નથી

રસ્તાઓ-બજારોમાં પણ, હું સુરક્ષિત નથી


'બેટી બચાઓ, બેટી પઢાઓ', કહેવાથી શું ફાયદો ?

'બચાવી-પઢાવી'ને પણ, હું સુરક્ષિત નથી


Rate this content
Log in

Similar gujarati poem from Crime