STORYMIRROR

Rajeshri Thumar

Crime

4  

Rajeshri Thumar

Crime

દીકરીની અંતર્વેદના

દીકરીની અંતર્વેદના

1 min
1.3K

લાગતો કુટુંબમાં સૌથી વ્હાલો કુળદિપક,

જ્યાં જન્મતા જ થતું શોષણ દીકરીનું,

આ દિપક જ બુઝાવે જયારે કોઈ દીવો,

થતી શરમ દર્દનાક માત - પિતાને.


પિંખાતી, વિંધાતી, ચૂંથાતી ને કપાતી,

ફુલ જેવી દીકરી નરાધમોના હાથ,

ખેલતો ખેલ આવા બની રાક્ષસ,

વગર ભૂલે ભોગવતી યાતના દીકરીઓ.


ફરતા ચો-તરફ હેવાનો, જોતા ગંદી નજરે,

શુ દીકરીને ભણવું - ફરવું કે કેદ થઈ રેવું?

ભૂલતા સંસ્કાર આ પાપી હેવાનો,

કાઢતા બહાનું પ્રેમ, કપડાં કે ફેશનનું.


પૂજાતી દીકરી જ્યાં લક્ષ્મીરૂપે,

લૂંટાતી લાજ ત્યાં જ દ્રૌપદીરૂપે,

બનાવ્યો માણસને ઈશ્વરે માણસ,

પણ ભૂલી ગયો નાખતા માણસાઈ.


જાગો દીકરીઓ, શીખો દાવ પેચ કરાટે તણા,

લડો હેવાન સામે, ના ઝૂકો ના હારો,

નહી તો રોજ નીકળશે એક નનામી,

નિર્ભયા, ગ્રીષ્મા જેવી નિર્દોષ દીકરીની.


Rate this content
Log in

Similar gujarati poem from Crime