ગજરાજની સવારીએ સોહે શૂરવીર
ગજરાજની સવારીએ સોહે શૂરવીર
હે.. જી...
ગજ જાતવંત ઐરાવત જેવો, દુશ્મન સંહારક મલિક રક્ષણહાર
ભૂપ ભલો હોય ઈ સવારી કરે, તો મચાવે રણમેદાને હાહાકાર,
હે જી..
ગજરાજ મદથી મદમસ્ત થયો, શૂરવીર થયો હોય જો સવાર
ઈ તો રણમેદાને રાડ પડાવે, જોને કચડે દુશ્મન હજાર,
હે.. જી..
ગજરાજ સવારીએ શોભતો મેદાને વીર વસુંધરા કેરો લાલ
ભડવીર ભાળી હાંજા ગગડે અરિના, ભાગે છોડી મેદાન હજાર,
જોને...
જાતવંત અશ્વ સવારી કરી જોને વિરલા કરે રણમેદાને લલકાર
કંપે શત્રુ કેરા કાળજા, સુણી વીર સાવજો કેરી આ દહાડ, ભીડવા દુશ્મન સામે તૈયાર,
હે. જી..
મા ભોમની જયારે હાકલ પડે, છાતી તાણીને વીરો હોય તૈયાર
ગજરાજ કેરી સવારી કરી, નીકળતા સહુ છોડી ઘર બાર.
