Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Minaxi Rathod "ઝીલ"

Action Inspirational

4.5  

Minaxi Rathod "ઝીલ"

Action Inspirational

ખાખી

ખાખી

1 min
313


રંગ તો બધા પહેર્યા હશે કદી ખાખી પહેરી તો જુઓ,

પછી નસેનસમાં દોડશે એ અજબ ખુમારી તો જુઓ.


મન મારું ખાખી અને આખુ તન મારું ખાખી પછી,

રંગાય સઘળું ખાખીમાં આ વર્દીની ખુદ્દારી તો જુઓ.


સમય આવ્યે જાન આપું, મારા હૂંફાળા શ્વાસ આપું,

શાનથી થાઉં વતન પર ફના આ કુરબાની તો જુઓ.


દિલમાં સપનાં દફનાવી જવાબદારી પલકો પર સજાવી,

લપેટાય ભલે તિરંગામાં ખાખી આ ખમીરી તો જુઓ.


બરફ હોય કે સરહદ, વરસાદ હોય કે પછી વાવાઝોડું,

જનજનની રક્ષા કરતા આ યોદ્ધાની બહાદુરી તો જુઓ.


Rate this content
Log in

Similar gujarati poem from Action