માળો
માળો
ચાલને એક માળો બનાવી લઇયે,
પ્રેમનાં રંગો થી એને સજાવી દઈએ,
એક હુંફાળો રૂમ હોય ને ,
સુગંધોથી મહેકતું રસોડું,
આઝાદી જોવા બારીથીઓથી તેને સજાવી દઈએ,
ચાલને એક માળો બનાવી લઇયે....
ગુલાબી રંગ તું પુરજે દીવાલોમાં,
સુંદર ચિત્રોથી સજાવીશ હું ,
જોડે શણગારીને નવી યાદ બનાવી લઇયે,
ચાલને એક માળો બનાવી લઇયે....
વ્રુક્ષોથી મહેકતી ગેલેરી ને,
પક્ષીઓના કલરવનો અવાજ,
સાથે ઝૂલામાં ત્યાં બેસીને યાદગાર પળોથી સજાવી દઈએ,
ચાલને એક માળો બનાવી લઇયે....
થોડું ભલેને ફર્નિચર હોય,
કે નાના માળાની સંકળાસ,
લાગણીઓના ભરપુર વરસાદથી એને સજાવી દઈએ,
ચાલને એક માળો બનાવી લઇયે....
થાકીને આવે તું જ્યારે ,
ગરમ ચા ની પ્યાલી તારા હાથમાં હોય ,
ને મારા પ્રેમની નજર ને મીઠી વાતો થી તેને ઓગાળી લઈયે,
ચાલને એક માળો બનાવી લઇયે....
કોઈ રોકા ટોક નાં હોય ને,
આ ભાગદોડની દુનિયામાં રોજ સાંજે અહી મળીશું,
હાંફતી રાતને એકબીજાના સાથથી યાદગાર બનાવી લઈયે,
ચાલને એક માળો બનાવી લઇયે....

