સપનાની સવાર
સપનાની સવાર
સપનાનાં ઘરમાં જીવ આવ્યો છે,
સુર્યના કિરણોએ થોડો પ્રકાશ પાથર્યો છે,
આંખો ખોલું છું રંગોને ભરીને,
જીવી લવ એક જ ક્ષણની આ દુનિયાને
કેદ કરી લવ સમયને શીશીમાં,
રોજ તારી સાથે જીવવાને સવાર આવી છે,
હા,અસ્ત વ્યસ્ત ભલેને હોય આ ઘર,
તારા પ્રેમમાં વ્યસ્ત રહેવા સવાર આવી છે,
જીવી લેને એને ખુશીઓના રંગ લાવી છે.
સંગીત હોય ભલે રકાબી ,કપ કે થાળીનાં,
ગરમ નાશ્તા સાથે મારો પ્રેમ લાવી છે
જીવી લેને એને ગુલાબી રંગ લાવી છે.
હા,ભલેને થોડો નારાઝ હોય તું ક્યારેક,
પણ મનાવવા માટે તારી શહેઝાદી આવી છે
જરા જોને એક નજર ઊંચી કરીને,
ગુલાબી પડદામાંથી ગુલાબી રોશની આવી છે,
હા,થોડું ઓછુ કરજે આ રુઠવાનું-મનાવવાનું,
સપનાનાં ઘરમાં મીઠી સુગંધ આવી છે.

