બેવફા
બેવફા
તારી આંખનો નશો શરાબી છે
ક્યારેક ઝહેર છે તો ક્યારેક અમૃત
ચાલતો રહ્યો હું એની ચાહને માટે
કંઈ કશું ન વિચારી દિવસ રાત
ખબર હતી કે કુવામાં પડ્યા છીએ
મરજીવા નથી કે નથી ફાયરમેન
ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રેમમાં હોતું નથી
બચવું અહીં અશક્ય છે
ખંજર હતું તારા હાથોમાં
ને ભેટ્યો હું તને અંધ બની
ચિંથડા ઉડાવ્યા તે દરેક હિસ્સાનાં
ને હવે સીવે છે કોઈ નવું વસ્ત્ર તું અહીં
પ્રેમ તો મીરાંનો પણ હતો
ને રુક્ષમણીજીનો પણ
પણ મીરાંનો પ્રેમ અમર ઈતિહાસ બને છે અહીં
સમજી શકે જો તું તો સમજી લેજે આ કહી
બદલા પ્રતિશોધ બહું લીધા પરીક્ષાઓમાં
હવે પડદો નાટકનો ખોલે છે તું કહી
તારો થઈને જ રહું
એ કહે છે તું દરેક સવાર ને હરરોજ
ઝખમો ને દગાઓ પણ ફ્લશ કરી દવ
એ બેવકૂફ નથી રહ્યો હવે હું અહીં
પરેશાન ન કર આ મિસકોલ
ને વારે વારે કોલ કરીને તું
તારા મેસેજ ને તારા ડીપી
દગાખોર બની ગયા છે હવે
ડીલીટ કરી દે એને તારા દિલમાંથી
જે વિશ્વાસમાંથી જ નાપાસ છે અહીં.

