પરમાત્મા
પરમાત્મા
શોધ મહી ને અહીં,
તારી પાસે છે એ કહી,
નિજ ધ્યાન લગાવી અહીં,
શોધે તું ખુદને કહી ?
અલગ અલગ પહેરવેશો,
ને સાથે કેટલા સંબંધો,
ત્વચાનું જ વસ્ત્ર છે અહીં,
સરનામાનું ઘર છે કહી ?
સુખની શોધમાં ભટકે અહીં,
સર્વે દુઃખોની કષ્ટી સહી,
રંગો લાગણીઓનાં મહી,
સમજી ન શકે ભેદ અહીં ?
ભેદ પારખી લે અહીં,
પરમ આત્માની શક્તિ મહી,
સોપાન સમર્પણના સર કરી,
આત્માનું કરી લે મિલન મહી.
