STORYMIRROR

Sheetlba Jadeja

Action

3  

Sheetlba Jadeja

Action

જિંદગી - સી.ડી પ્લેયર

જિંદગી - સી.ડી પ્લેયર

1 min
225

જિંદગી સી.ડી પ્લેયર બની છે,

ક્યારેક પ્લે તો ક્યારેક પોઝ,

ક્યારેક ફોર્વાડ તો ક્યારેક રીવર્સ,

સી.ડી લગાવે છે, ક્યારેક કોઈ,

મનોરંજન બની છે તે,


બંધ બારણામાં લાખો ચિત્રોને,

નિહાળવાનું કારણ બની છે તે,

સાચવું જો તેને એક અલમારીમાં

ઝાખું પડવાનું કારણ બની ગઈ છે તે,


ક્યારેક બનેલા કડવા અનુભવમાં

સલાહનું કારણ બની ગઈ છે તે,

રેકોર્ડ કરે છે બધું તમામ ક્ષણનું,

પાત્ર ભજવવાનું કારણ બની છે તે,


જાણું છું કે સ્ટોપ, પ્લે અને પોઝ,

કરે છે સહુ કોઈ રીમોટ કંટ્રોલ સમજી એને,

ચિત્રો થોડા ઝરમર થાય છે તેના,

સાચવી લઉં છું એ ચિત્રોની યાદોને,

ચહેરાના સ્મિતનું કારણ બની છે તે.


Rate this content
Log in

Similar gujarati poem from Action