મારી મા
મારી મા
ખોવાઈ જાઈ ને સંતાઉં છું મા,
તારુ પ્યારુ રમકડું બની જાવ છું,
મમતા તારી પ્યારી છે ઓ મા,
રોજ તારામાં જ ગુંથાવ છું ઓ મા,
અશ્રુ એક મારુ પડે જો મા,
અસંખ્ય અશ્રુઓ તારા પડે છે ઓ મા,
ભીની તને જોઈ હું પણ ભીંજાવ છું ઓ મા,
સવાલો મારા કંઈક રોજ નવા,
જવાબો પણ તારા રોજ નવા,
છતા રોજ નવા સવાલ કરીને,
તને મૂંઝાવું છું ઓ મા,
બાથ ભીડીને ભેટી જાવ છું ઓ મા,
ત્યારે અનંત સાગરનો પ્રેમ પણ મને ટૂંકો પડે છે ઓ મા,
ખબર છે કે તું નિરાશ નહી કરે,
એ આશા એ રોજ નવી આશા જગાડું છું ઓ મા,
એક થીંગડાને સંતાડીને રોજ સ્મિત રાખીને,
મારા નવા સપનાઓ દોડીને પૂરા કરે છે તું મા,
જેટલું કહું તારા વિષે એ અવર્ણનીય છે,
મારા શબ્દોની વાચા આજે શૂન્ય છે,
લખતા તારા વિશે આંગળીઓમાં પણ ધબકે છે,
ઈશ્વરને મેં જોયા નથી કે મળી નથી કદી,
પણ રોજ તને જોતા ઈશ્વરને જોવું છું હું મા.
જીતી જાઉં ગમે તે જંગ હોય ભલેને
આશિષ તારા સદૈવ વરસાવજે ઓ મા...
