નજર
નજર
1 min
379
કાંઈ પણ ખોટું હોય શકે છે તારી નજરમાં,
પણ, એકલતાનાં આંસુઓ ખોટા નથી,
નજરમાં તો ધૂંધળી સ્મૃતિ છે તારી,
પણ નિર્મળ તસવીર કંઈ સાચી નથી,
સાંભળું છું કંઈ ખોટું- ખરુ રોજ,
કપાળની ચિંતાની રેખાઓ અદ્રશ્ય નથી,
હાંફતા - હાંફતા રસ્તો રોજ શોધુ છું હજું,
એ તરફ અંધકાર ઓછો નથી,
મનાવી લઉ તને કદાચ એ મૂંઝવણમાં
ધાર તલવાની ઓછી નથી,
શેકાય છે આ દેહ રોજ તાપમાં,
અને નહેરનાં કાંઠે આંસુઓ ઓછા નથી !
