STORYMIRROR

Sheetlba Jadeja

Abstract

3  

Sheetlba Jadeja

Abstract

લખેલું ભૂસાય છે

લખેલું ભૂસાય છે

1 min
123

લખેલું ભૂસાય છે ને ભૂસેલું લખાય છે,

કુદરતની કયમાતમાં આ રોજ રમત રમાય છે,


કંઈક વિચારો ને રોજ સંતાડી દઈએ,

પણ રોજ સામે એ જ દ્રશ્ય ચિતરાય છે,


થાકી જવાની રમત છે એ ખબર હોવા છતાં,

રોજ હાંફવા છતાં, તેમાં જ દોડાય છે,


ઘડિયાળના કાંટા ઉપર રોજ એક ક્ષણ રચાય છે,

સેક્ન્ડ, મિનિટ અને કલાકો તેમાં જ સમાય છે,


કોઈ પણ બાકાત નથી રહેતું આ દ્રશ્ય,

સપનાંઓ થોડા એનાથી મૂંઝાય છે,


ખોબો પાણી ભરી લાવે છે હર કોઈ અહીં,

પણ આંગળીઓમાંથી સરકી જાય છે,


ક્ષણે પડો અને ક્ષણે જ ઊભા થાઓ,

અથાગ ચિત્ર રોજ રચાય ને રોજ ભૂસાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract