પ્રેમના સંગીતનો- ઝરમર વરસાદ
પ્રેમના સંગીતનો- ઝરમર વરસાદ


એ કાળા ડિબાંગ આકાશમાં, પાણી ભરેલા વાદળોમાં,
છૂપાયેલા પ્રેમના સંગીતનો, ઝરમર વરસાદ હતો,
પ્રેમ છે તને મારી સાથે, તે પ્રસ્તાવનો રસરંગ હતો,
ભીંજવી નાખી તે મને નખશિખ તરબોળ શૂન્યતામાં,
જીવ સોંપી દેવાનો તે યાદગાર પળોનો ગુલદસ્તો હતો,
કોરું નથી રહ્યું કંચન કાયાનું કોઈ પણ અંગ પ્રેમની મહેકથી,
ટીપ-ટીપ નૃત્યનું સંગીત ને સાથે હૈયાની મૂંઝવણનો સમૂહ હતો,
સમાજના ડરનો પણ એ પ્રશ્ન હતો પણ સાંભળું હું તને તે જ દિવસે,
વર્ષાની સાક્ષીમાં પ્રેમનાં પ્રસ્તાવનો તે પ્રસંગ હતો,
સાક્ષી પૂરી હતી આકાશ, ધરતી, વૃક્ષો ને ઝરણાઓએ, રસ્તાઓએ,
સાથે જીવશું ને સાથે મરશુંનાં વાયદાનો એ પ્રેમરસ હતો.