નાની અમથી વાત
નાની અમથી વાત
નાની અમથી વાતમાં મન મૂંઝાય છે,
એક ઓરડામાં તરંગો વાતોના ફૂંકાય છે,
સન્માન કે અહંકારમાં દિવાલો ચૂંથાય છે,
પ્રશ્નો આત્માના ફોગટ પૂછાય છે,
જીવન મરણના દાવ ફેંકી ચકડોળ ફેરવાય છે,
સ્ટોપ કહી સર્વેને સ્ટેશનમાં ઉતારાય છે,
નાની અમથી વાતમાં મન મૂંઝાય છે,
એક ઓરડામાં તરંગો વાતોના ફૂંકાય છે,
આંગણાના ઉછરેલા છોડ સૂકાય છે,
ને પાણી અનેકથી પીવડાવાય છે,
કરમાઈ જશે કે ઊગી નીકળશે,
રાહ પોતાના ને પારકાથી જોવાય છે !
ખેલ કેવો ગજબ કુદરતી રચાય છે,
જે પોષતું તે મારતું ક્રમે રચાય છે.
