લાખો સલામ રક્ષણહારને!
લાખો સલામ રક્ષણહારને!
રક્ષણહાર મા ભોમનાં તને,
લાખો સલામ,
પ્રશંસાનાં પુષ્પાધિકારીઓને
લાખો સલામ,
જવાન મર્દો નરબંકા તમને,
લાખો સલામ,
શૌર્ય અને ઝનુનને તમારા,
લાખો સલામ!
દેશાભિમાની રખવાળાઓને,
લાખો સલામ,
સરહદ સંતરાશી તમને,
લાખો સલામ,
દુશ્મનોને હંફાવનાર સૌને,
લાખો સલામ ,
શાલિન રાષ્ટ્રપ્રેમી લડવૈયા,
લાખો સલામ!
રાષ્ટ્રના ગર્વ-ગૌરવ તમને,
લાખો સલામ,
હૈયાનાં હીર અમારા તમને,
લા
ખો સલામ,
કૌવત, કુરબાનીને તમારા,
લાખો સલામ,
અનુસાશિત રાષ્ટ્રવિકાસને,
લાખો સલામ!
આકાંક્ષાર્થે કટિબદ્ધ તમને,
લાખો સલામ,
ડૂસકાં નૈનોથી સેરવનાર,
લાખો સલામ,
આતંકવાદ નાથનાર તને,
લાખો સલામ,
ઘૂસણખોરી નાબુદી તને,
લાખો સલામ!
એલ.ઓ.સી. એ સતર્ક તમને,
લાખો સલામ,
પ્રતિષ્ઠને પ્રતિજ્ઞાને તમારી,
લાખો સલામ,
આંધિમાં તારણહાર સપૂતો,
લાખો સલામ,
જ્યોતિર્મય દીપ હાર્દિક મને,
લાખો સલામ!