" આવ્યો ઉનાળો "
" આવ્યો ઉનાળો "
ગરમી કેવી વધતી જાય ?,
અકળામણ પણ વધતી જાય,
ઠંડીની ઋતુ પછી,
કેવી ગરમી વધતી જાય,
આવ્યો ચૈત્ર ને ઉનાળો બેસતો જાય,
લીમડાનું પાણી પીતા પીતા,
ઉનાળાનું સ્વાગત કરતા જાવ,
શરીરે પરસેવો ને ના મલે ઠંડી હવા,
ઘરમાં બેસી ને લો એ.સી.ની હવા,
પંખો, કુલર ને એ.સી. બધે ચાલતા હોય,
ગરમી ભગાડવા નીતનવા પ્રયોગ કરતા હોય,
છાસ, લસ્સી, શેરડીનો રસ, લીંબુ પીણું,
ગરમી ભગાડે દેશી પીણું,
ઠંડા કોલ્ડ્રિગમાં મજા નહીં,
માટલાના પાણી જેવી મજા નહીં.