STORYMIRROR

Avanee Kalsariya

Action Inspirational Others

4  

Avanee Kalsariya

Action Inspirational Others

ઈશ્વરની કૃપા છે ન્યારી

ઈશ્વરની કૃપા છે ન્યારી

1 min
227

હે મનવા, કુદરતની કૃપા છે ન્યારી,

નહીં ચાલે ત્યાં ઈન્સાન તારી હોંશિયારી.


તારું મારું કંઈ જ નથી આ જગમાં,

સર્વ ચાવી છે ઈશના હાથમાં તારી.


થવાનું થઈ જશે રહ્યું રહી જશે કામ તારું,

જીવી લે મોજથી જીવન આવશે સૌની વારી.


સાથ, સહકારથી સંભાળીને ચાલજે જગમાં,

નાની એવી ભૂલમાં દુનિયા બની જશે તારી વેરી.


ગરીબ અમીર ઈશ્વર માટે સૌ સમાન સંતાન,

ત્યાં નથી કોઈ ભેદભાવ ઈશ્વરની કૃપા છે ન્યારી.


Rate this content
Log in

Similar gujarati poem from Action