STORYMIRROR

Kalpesh Solanki કલ્પ

Action Classics Inspirational

4  

Kalpesh Solanki કલ્પ

Action Classics Inspirational

આપણાંમાં

આપણાંમાં

1 min
206

એક માણસ બંધ છે ત્યાં બારણામાં 

ને પછી બીજો ફરે છે ધારણામાં,


આગ સૌ ભીતર લઈ બેઠા હતા તો, 

આગ જેવું શું બળે છે તાપણામાં,


સૌ અહીં ભેગા થઈ આવ્યા હતા પણ, 

એક જણ આજેય ખૂટે આપણામાં 


પાનખર આવી ગઈ છે ભીતરે તો, 

ફૂલદાની રાખજો એ આગણામાં 


ટોચ ઉપર જે નથી આજે છંતાયે, 

ત્યાં જવાની હોય છે ઝંખના ઘણામાં.


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

Similar gujarati poem from Action