ઉઘડી ગઈ પાંખો
ઉઘડી ગઈ પાંખો
પારેવાની પણ ઉઘડી ગઈ પાંખો,
જયાં બે ને બે ચાર થઈ આંખો,
ઘણુ સમજાવ્યા છંતા ના આવ્યા,
સપનાની મહેમાનગતિ તમે રાખો,
અવસર એવો નથી કે ટોળે વળાય,
પોતપોતાના ઘરમાં કંસાર ચાખો,
જગતમાં અજવાસ ઈશ નામનો,
ભાઈ, તું કેમ ભીતરથી ઝાંખો ?
સંબંધોમાં મીઠાસ એ ઘડી આવશે,
લાગણી, પ્રેમનુ થોડુ રસાયણ નાખો.