દુઆ લઈને
દુઆ લઈને
જિંદગી જીવવી નથી કોઈની દુઆ લઈને,
જીવવું નથી મારે હવે દર્દ નવાં લઈને,
આકાર લઈ રહયા છે, મૃગજળો તળાવના,
દોડવું નથી મારે ખિસ્સામાં ઝાંઝવા લઈને,
કેમ અટકયા ? આંગણે આવીને મારા,
પાનખરનું ફૂલ આવ્યુ હતું હવા લઈને,
સારવારની મારે કયાં અછત હતી દોસ્ત,
છતાં કોઈ આવ્યું જિંદગીની દવા લઈને,
આપની મહેફિલ ગૂંજતી રહી એકાંતમાં
આ કોણ ચાલ્યું અહીંથી ગીતો નવાં લઈને.