કિતાબમાં
કિતાબમાં
કોના વિચાર છે સવારમાં,
ફૂલો ઊગી ગયા બહારમાં.
આપી શકો દર્દ તમે ઘણા,
ગણતરી ભલે કરો હજારમાં.
દોડી શકો ચરણ લઈ જયાં,
નોખી મંઝિલ છે મિજાજમાં.
ભૂંસો, લખો અને લખો પછી,
બાકી રહી જાય ભૂલ હિસાબમાં.
વરસાદની હોય અલગ અસર
દોરી નહી શકો તમે કિતાબમાં.

