STORYMIRROR

Kalpesh Solanki કલ્પ

Inspirational Others

3  

Kalpesh Solanki કલ્પ

Inspirational Others

અત્તર બની બેઠાં

અત્તર બની બેઠાં

1 min
277

સાંભળીને વાત એ પથ્થર બની બેઠાં,

ફૂલનો ધંધો હતો, અત્તર બની બેઠાં,


લાગણીઓ એક પણ વાંચી નથી જેણે,

રોજ તાજા ખબરમાં અક્ષર બની બેઠાં,


હું ભરોસો એટલો કરતો હતો એનો,

દુશ્મનોના હાથનું ખંજર બની બેઠાં,


ગઈકાલે હાથ ફેલાવી ઊભા હતાં જે,

એ ગરીબોનું લઈ સધ્ધર બની બેઠાં,


છે બધાની જિંદગીમાં કોઈ તો આફત,

આશરો આપી હવે ઈશ્વર બની બેઠાં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational