STORYMIRROR

Kalpesh Solanki કલ્પ

Romance Classics Others

3  

Kalpesh Solanki કલ્પ

Romance Classics Others

રહેવું નથી

રહેવું નથી

1 min
244

નાહવું નથી કશું નિચોવવું નથી

મારે તને કશું પણ કહેવું નથી,


આંખમાં છું તો સલામત છું,

પાંપણની પાળ તોડી વહેવું નથી,


ઘર ને તું ઘર રહેવા દે તો સારું,

તારી આ હવેલીમાં રહેવું નથી,


વધારે તો શું કહી શકું મારા વિશે,

લાગણીમાં આવી વધુ સહેવું નથી,


છે સંબંધોમાં મર્યાદા,જાણ છે,

'કલ્પ' તું માને છે સાવ એવું નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance