STORYMIRROR

Kalpesh Solanki કલ્પ

Abstract Romance Fantasy

3  

Kalpesh Solanki કલ્પ

Abstract Romance Fantasy

બોલે છે.

બોલે છે.

1 min
232

એકલો માણસ જ કાયમ બોલે છે 

રોજ એનાથી વધુ ભરમ બોલે છે,


બાગમાંથી એકલા આવ્યા છો ને ? 

ફૂલની સોડમ જ સરગમ બોલે છે,


એકલો જાણી તમે તરછોડી દીધો, 

ત્યારથી એનો બધો ગમ બોલે છે,


રણસમા રસ્તા તમે ખડકી દીધાં, 

ને હથેળીમાં હજુ મોસમ બોલે છે,


પાનખર આવે કદી તો માણી લો, 

એમણે આપ્યા હતાં, સમ બોલે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract