બંધ કર
બંધ કર
1 min
24.3K
હાથ જોડીને હવે તું માંગવાનુ બંધ કર,
રાત ઉંઘી જાય ત્યારે, જાગવાનું બંધ કર,
લાગણીના છોડને પાણી બધા આપ્યા કરે,
ને બધાનુ રોજ પાણી માપવાનુ બંધ કર,
વાત ખોટી હોય તોયે ખુલાસો ના કરો,
એમની સાથે હવેથી બોલવાનું બંધ કર,
આ ગઝલ છે તો ગઝલની રીતથી વાંચી શકો,
યાદ કોની છે હવે તું શોધવાનુ બંધ કર,
ને સવારે આવશે પડકાર પાછા રોજના,
"ઈશ" સાથે હોય તો હારવાનુ બંધ કર.